મને થયું ચાલને એક કવિતા ઈશ્વર પર લખું, તેના અલૌકિક સર્જન પર કંઈક વિશેષ લખું. શબ્દોના શબ્દો ઉથલાવ્યા ને મગજમારી બહુ કરી, ને પેન હાથમાં લઈ વિચારોની વાણી વહેતી કરી. કૃષ્ણની ગીતાને મેં આમતેમ ફેરવીને જોઈ લીધી,ને મારા મનમંદિરમાં ઈશ્વરની ઝાંખી જોઈ લીધી. ...

હું તો ખખડાવું છું, દ્વાર ઓ કહાનજી, હું તો ડેલીએ ઊભી છું, ઓ કહાનજી. આવી છું હું, સોળે શણગાર સજીને, હ્દયના કમાડ,ખોલો ઓ કહાનજી. મને જાગ્યા છે,તમને મળવાના કોડ, તારી ભક્તિમાં મન, મોહ્યું ઓ કહાનજી. ના હું રાધા બની શકું કે,ના મીરાં, તોય તારી પ્રેમ દિવાન...
