Back to feed

"એક કવિતા"

મને થયું ચાલને એક કવિતા ઈશ્વર પર લખું,

તેના અલૌકિક સર્જન પર કંઈક વિશેષ લખું.

શબ્દોના શબ્દો ઉથલાવ્યા ને મગજમારી બહુ કરી,

ને પેન હાથમાં લઈ વિચારોની વાણી વહેતી કરી.

કૃષ્ણની ગીતાને મેં આમતેમ ફેરવીને જોઈ લીધી,

ને મારા મનમંદિરમાં ઈશ્વરની ઝાંખી જોઈ લીધી.

આ..હા..પ્રભુનું વિશ્ચસ્વરૂપ જોઈ હું ધન્ય થઈ ગઈ,

તેના અલૌકિક તેજમાં હું બિંદુ બની સમાઈ ગઈ.

"તેજબિંદુ"

૧/૫ /૨૬

Baatcheet