
હું તો ખખડાવું છું, દ્વાર ઓ કહાનજી,
હું તો ડેલીએ ઊભી છું, ઓ કહાનજી.
આવી છું હું, સોળે શણગાર સજીને,
હ્દયના કમાડ,ખોલો ઓ કહાનજી.
મને જાગ્યા છે,તમને મળવાના કોડ,
તારી ભક્તિમાં મન, મોહ્યું ઓ કહાનજી.
ના હું રાધા બની શકું કે,ના મીરાં,
તોય તારી પ્રેમ દિવાની ઓ કહાનજી.
ભર્યું છે ભક્તિ ભાવથી, હ્દય મારું,
છે તારા મુખડાની, માયા ઓ કહાનજી.
બની છું હું, તારા દિવ્ય તેજનું બિંદુ
"તેજબિંદુ," ને તુજમાં સમાવજે ઓ કહાનજી
"તેજબિંદુ"
૧/૫ /૨૬