Back to feed

જેઠ આવે ને

હા...! મને યાદ છે સાહેબ,

જેઠ આવે ને નળિયા ચાળતા, 🔥

નેવાં ને મોભ ને સરખા ઢાંકતા, 🏛️

મીંદડીના ડોકિયાને બંધ કરતા, 🙀

નો થાય સુવા એટલે મથતા, 💧

ગોરમટી,કાળી ને કુંવળ ખૂંદતા,🧱

ભીંતડે તિરાડો ગાર્યુથી બુરતા,🛖🖌️🪏

એરુડાના ભોણને બંધી કરતાં,🐍

માટે અનાજ,નિરણ ને માણાઃ, 🌾🌽

માટે સોકરા છૈયા ને છાણા, 👶🧑‍🧑‍🧒‍🧒⛽

આમ,માવડિયું હાચવતી ઈ ટાણા.. 😘

જેઠ આવે ને..... 💕 💕

- "ગોપાલ સરૈયા"

Baatcheet