
પ્રકરણ ૧ :- આપણા માં છુપાયેલો ખજાનો
પ્રસ્તાવના :-
આપણી અંદર જ સમૃદ્ધિની સોનાની ખાણ પડેલી છે જો ખોદકામ કરવાનું શરૂ કરીએ તો ભવ્ય આનંદમય અને સંપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી બધું જ તેમાંથી મળી રહેશે ચુંબકીય ગુણધર્મ ધરાવતી વ્યક્તિ આત્મવિશ્વાસ અને શ્રદ્ધાથી છલકાતી હોય છે તેમને ખાતરી છે વિજય શ્રી ના આશીર્વાદ તેમને જ મળવાના છે બીજા માણસો કે જે ચુંબક જેવા નથી હોતા તેમના મનમાં સતત ભય અને શંકા રહે છે તક આવે ત્યારે વિચાર આવે છે અને હું નિષ્ફળ જાવ તો મારે પૈસા બહુ પડશે લોકો મશ્કરી કરશે આવા પ્રકારના લોકો જીવનમાં ખાસ કશું મેળવી શકે નહીં તેઓ આગળ વધતા ડરે છે.
યુગોનો ઇતિહાસમાં છુપાયેલું મહાન રહસ્ય :-
તમારું અર્ધજાગ્રત મન તેમાં જોરદાર શકિત પડી છે લોકોને તેના જરા પણ અણસાર નથી આવતા તેને અવગણે છે.
તમારા અર્ધજાગ્રત મનની અદભુત શક્તિ :-
આપણામાં ઘણી બધી શક્તિઓ છુપાયેલી છે માત્ર તે કેવી રીતે ખીલવવી અને ઉપયોગ કરવો તે શીખવાનું છે તેને સમજવાનું છે અને જીવનના બધા જ ક્ષેત્ર સફળ થવા માટે તેનો અમલ કરવાનો છે.
તમારા હૃદયના ઊંડાણમાં શાણપણ શક્તિ અને બધા જરૂરી પરિબળોનો દરિયો ભોગવે છે આ દરિયો તમારી રાહ જુએ છે શાણપણ શક્તિ અને તમારા વ્યક્તિત્વના બધા જ પાસાઓ ને ઓળખવાનું શરૂ કરી દો.જો આપણે આપણું મન ખુલ્લું રાખીએ તો નવા સંશોધન કરી શકીએ છીએ. પુસ્તકો ,નાટકો, કે કવિતાઓ લખી શકો કે કંઈક નવું સર્જન કરી શકીએ છીએ.આ જ નિયતિ તમને તમારા ઘરના ખરીદદાર સુધી દોરી જશે , મનગમતી પ્રવૃતિ કરવા માટે જરૂરી નાણાંકીય વ્યવસ્થા કરી આપશે.
એક ચોક્કસ પ્રકારની કાર્ય પદ્ધતિની જરૂર છે :-
અર્ધજાગ્રત મનની કામગીરી માટે પણ એક ખાસ પદ્ધતિ અપનાવીને તમે તે બાબતમાં પાવરધા બની શકો છો.તમને તમારી પ્રાર્થનાઓનો જવાબ મળે છે કારણ કે તમારી અર્ધજાગ્રત મન એક મૂળભૂત તત્વ તરીકે કામ કરે છે. જેમકે વીજળીનો સિદ્ધાંત છે કે તે ઊંચી ઊર્જાના તરફથી નીચી ઊર્જાના તરફ વહે છે.તમારું મન શ્રદ્ધાના નિયમ અનુસાર વર્તે છે એનો અર્થ એવો થયો કે મન જેવી રીતે કામ કરે છે તેમાં શ્રદ્ધા રાખવી તેના ઉપર વિશ્વાસ કરવો હજી વધારે સરળ શબ્દોમાં કહું તો મનમાં જે પ્રમાણે ભાવ કે શ્રદ્ધા હોય તે પ્રમાણે તમને વિચારો આવે છે.પુસ્તક વાંચતી દરેક વ્યક્તિ જો અર્થ જાગ્રત મનના સિદ્ધાંતોનો અમલ કરવાનો નક્કી કરે તો તેવી વ્યક્તિ પોતાના માટે અને અન્ય લોકો માટે અસરકારક અને વૈજ્ઞાનિક રીતે પ્રાર્થના કરી શકશે.
જાગ્રત અને અર્ધજાગ્રત મન :-
તમારા અર્ધજાગ્રત મનને એક બગીચા તરીકે વિચારીને મનના ભાવોને સમજવાનો પ્રયત્ન કરો.
જે પ્રકારના બીજ કે રોપાઓ તમે વાવશો તે પ્રમાણે ઝાડ ઉગે છે અને તેવા જ ફળ મળશે.તમારું અજાગ્રતમાનને ફળદ્રુપ જમીન સમાન છે કોઈ પણ પ્રકારના બીજને ફળીભૂત કરવામાં સક્ષમ છે
જ્યારે તમારું મન યોગ્ય રીતે વિચારે છે ત્યારે જ તમને સત્ય સમજાય છે.મનના શાંત અને નિર્દોષ ભાવો તમારી આસપાસ શાંત અને સાનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં મદદ કરે છે. તમારા વિચારો અને ચેતના શક્તિઓને તમારા શરીરમાંથી વહેવા માટેનું એક માળખું તૈયાર કરે છે. તમારું અર્ધજાગ્રત મન નાના બાળક જેવું હોય છે, ભયભીત અને ચિંતાતુર થઈ જાય છે. તેની નકારાત્મક ભાવનાઓને કારણે તમારા મનનો મોટો યુવાન જેવો બીજો ભાગ હારી જાય છે.
દેખીતો તફાવત અને કાર્ય પદ્ધતિ :-
જ્યારે તમે લોકો સમક્ષ વારંવાર કહેશો મને આ વસ્તુ પોસાય તેમ નથી ત્યારે અર્ધજાગ્રત મન તમારું આ વાક્ય સત્ય છે તેમ માની લે છે અને સુનિશ્ચિત કરે છે કે તમે વસ્તુ ખરીદી શકવા ક્યારેય સમર્થ થાઓ નહીં.
બ્રહ્માંડની સંપૂર્ણ પ્રક્રિયામાં આપણે જેવું વિચારીએ છીએ એવું બોલીએ અને ઈ છીએ તેની પ્રક્રિયા શરૂ થવાનું કામ બ્રહ્માંડમાં થઈ જાય છે. સ્ત્રી કહે છે જો હું રાત્રે કોફી પીવું તો હું ત્રણ વાગે જાગી જાઉં છું આવું વિચારીયા પછી તે મહિલા રાત્રે કોપી પીએ તો તેનું અર્ધજાગ્રત મન શરીરને અધિકારીની એટલે કે અજાણતા પણ તેને જાગ્રત અને અજાગ્રત મનને આપેલ ઓર્ડર ઈચ્છાને માન આપીને બરાબર ત્રણ વાગ્યે જગાડી દે છે. તમારું અર્ધજાગ્રત મન 24 કલાક સતત કામ કરતો રહે છે તમારી માન્યતાઓ માટેની સગવડ કરી આપે છે અને તમારા નિયમિત વિચારોને મૂર્તિમંત કરીને તમારી સમક્ષ હાજર થાય છે.
અર્ધજાગ્રત મન કેવી રીતે કામ કરે છે ? :-
સત્ય ઘટના પર આધારિત એક પ્રસંગ જોઈએ તેનો સારાંશ નીચે મુજબ છે :-
હું 75 વર્ષની મહિલા છું મારો પરિવાર વિશાળ છે હું વિધવા હોવાને કારણે એકલી રહેતી હતી પેન્શન ના નાણા પર પોતાનું ગુજરાન ચલાવતી હતી. મેં નક્કી કર્યું અને રોજ વારંવાર પ્રાર્થના કરતી કે કોઈ મને જીવન સાથે મળી જાય દયાળુ અને આધ્યાત્મિક કૃતિ ધરાવતો હોય મેં લગભગ બે ત્રણ અઠવાડિયા સુધી રટણ મનમાં ચાલુ રાખ્યું તેના થકી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો અને અત્યારે યુરોપમાં હનીમૂન બનાવીએ છીએ હવે હું જાણી ગઈ છું અર્ધજાગ્રત મનની બુદ્ધિમતા અમને બંનેને દિવ્યતાના હુકમ પ્રમાણે નજીક લઈ આવી.
બાઇબલમાં પણ કહે છે -
તમે ચોકસાઈ થી વિચારો શું સત્ય છે કઈ વાતમાં પ્રમાણિકતા છે ન્યાયિક શું છે પવિત્ર વાત અને વસ્તુઓ શું છે પ્રેમ કેવો છે ઈશ્વરની દેણ સમાન જો આવા ગુણ અને ઉચ્ચ કક્ષાની વાત હોય તો તે અંગે વિચારો અને તેની ખેવના રાખો.
યાદ રાખવા જેવા કેટલાક વિચારો.
4.તમારા પોતાના માં જ ખજાનો છુપાયેલો છે. તમારા હૃદયની ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે આ ખજાનામાં જ શોધખોળ કરો.